- Get link
- X
- Other Apps
શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળ સુરખાઇ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬ મું વાર્ષિક દ્વિવાર્ષિક સંમેલન.
- Get link
- X
- Other Apps
શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળ સુરખાઇ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬ મું વાર્ષિક દ્વિવાર્ષિક સંમેલન.
તારીખ : ૨૬-૧૨-૨૦૨૧
નવસારીઃ રવિવારઃ ચીખલી તાલુકાના શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળ સુરખાઇ ખાતે ૧૬ મું વાર્ષિક દ્વિવાર્ષિક સંમેલન રાજયના આદિજાતિ વિકાસના મંત્રીશ્રી નરેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળના પ્રમુખશ્રી રાજુભાઇ પટેલે સમાજને સંગઠિત કરવાના કાર્યની શરૂઆત કરી આજે સમાજ વટવૃક્ષ બની આગળ વધ્યો છે. તેમજ સમાજનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જાઇઍ. સમાજમાં સામાજીક કુરિવાજા વ્યસનની બદીઓ દૂર કરી આદર્શ સમાજનું ઘડતર કરી, ધોડિયા સમાજને વધુમાં વધુ શિક્ષિત અને સંગઠિત બનાવવા અનુરોધ કર્યો હતો. સમાજના આગેવાનો સમાજના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યું હતું. ધોડિયા જ્ઞાતિમંડળનો મુખ્ય ઉદેશ આવનાર પેઢીને સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી, અને સ્વરોજગાર બનાવવાનું આયોજન છે. મંત્રીશ્રીઍે સમાજને સંગઠિત કરનાર તમામ આદિવાસી સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યાં હતાં. સમાજના વિકાસમાં સહયોગ આપનાર તમામ દાતાઓનો ઙ્ગણ સ્વીકાર કર્યો હતો.
આ પ્રસંગે સુમલ સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહ પટેલે ધોડિયા સમાજના શિક્ષિત લોકો ભેગા થઇ ગરીબ પરિવારના દિકરી-દિકરીઓને શિક્ષણ મળી રહે તે માટે મદદ કરવા જણાવ્યું હતું. તેમજ સમાજમાંથી કુરિવાજા અને વ્યસન મુકત બને તેવો અનુરોધ કર્યો હતો. શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળના પ્રમુખશ્રી અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી.
શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળના પ્રમુખશ્રી રાજુભાઇ પટેલે મહેમાનોને આવકારી ધોડિયા જ્ઞાતિમંડળની ટુંકમાં રૂપરેખા આપી હતી
આ અવસરે શ્રી ઍ.કે.પટેલ, શ્રી ઍસ.કે.પટેલ તથા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદિપભાઇ ગરાસીયાઍ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળ સુરખાઇ ખાતે આધુનિક લાયબ્રેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. તેમજ તેજસ્વી બાળકો તથા વિવિધક્ષેત્રે સેવા આપનાર ધોડિયા સમાજના તમામ લોકોને મંત્રીશ્રી પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતાં.
આ પ્રસંગે ધોડિયા સમાજના અગ્રણી શ્રી સુરેશભાઇ પટેલ, ડો.ઍ.જી.પટેલ, શ્રી ધનસુખભાઇ પટેલ, ગુણંવતભાઇ પટેલ, શ્રી રાજેશભાઇ પટેલ, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી કેશવભાઇ પટેલ તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતાં.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment