ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રીની(બારમાની વિધિ) આદિવાસી પરંપરા મુજબ 'દીયાડો' વિધિ કરવામાં આવી.

  

video Courtesy : Decision news

ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રીની (બારમાની વિધિ) આદિવાસી પરંપરા મુજબ કરવામાં આવી જેને આદિવાસી ભાષામાં  'દીયાડો' કહે છે.

આદિવાસી સમાજમાં લુપ્ત થયેલ દીયાડો વિધિ ફરી જીવંત થઈ રહી છે. વર્ષો પહેલાં આદિવાસી સમાજમાં બારમાની વિધિ તરીકે વડવાઓ દિયાડો વિધિ કરતાં હતાં સમાજના પરિવર્તન સાથે આ પ્રથા લુપ્ત થવાને આરે આવી ઊભી હતી. સમયની માંગ સાથે ફરી સમાજના હિતેચ્છુઓ દ્વારા સમાજમાં ફરી આ  વિધિને જીવંત કરવા માટે આગળ આવ્યા છે. આદિવાસી પરંપરા બીજા સમાજ કે ધર્મને આડે આવતું નથી. કે કોઈને હાની પહોંચાડતું નથી. એ ફક્ત આદિવાસી સમાજની ઓળખ ધરાવે છે. 

Comments