Mahuva (Vasarai) : સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક)નાં પરિવારજન તરફથી (દિશા) ધોડિયા સમાજ ભવન વસરાઈને ₹૨,૫૧,૦૦૦ જેટલી માતબર રકમનું દાન.

         

Mahuva (Vasarai) :  સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક)નાં પરિવારજન તરફથી  (દિશા) ધોડિયા સમાજ ભવન વસરાઈને ₹૨,૫૧,૦૦૦ જેટલી માતબર રકમનું દાન.

" દિશા" ધોડિયા સમાજ મું.પો.વસરાઇ (ગુજરાત વિભાગ ) " સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ "

"સમાજ દિવ્ય છે." "સમાજ ભવ્ય છે." " આનંદની ક્ષણ "

સ્નેહીશ્રી,

દિનેશભાઈ આર.વહીયા, બિપિનભાઈ આર.વહીયા, સુધીરભાઈ આર. વહિયા (મું. બામણિયા તા.મહુવા.) અને માતૃશ્રી રમણીબેન વહીયા (નિવૃત્ત શિક્ષિકા) અને પરિવારજનો આજે સમાજ માટે કાયમ આનંદનો પ્રસંગ બની રહ્યો.

સદાય સમાજના હિતેચ્છુ સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક 'અને કર્મનિષ્ઠ ખેડૂત) ના પરિજનો કર્મભૂમિ અને સમાજને યાદ કરી પરિવારજનો દ્વારા ( દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે (સમાજ માટે સદાય યાદગાર પ્રેરણાદાયી) ₹૨,૫૧,૦૦૦,/ બે લાખ એકાવન હજાર) ભવન નિર્માણ માટે સ્વર્ણિમ યોગદાન આપી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે.

સાધારણ જન ની આ અસાધારણ ઉદારવૃત્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એમના પરિવાર ની સેવાભાવી વૃત્તિ થકી આજે સમાજની ગૌરવની પળ તો ખરી જ(ગામ બામણિયા અને પરિવારે)સાચી મદદપણ કરી છે.સાથે સમાજની વિરાસત સર્જવામાં આપનું યોગદાન સદૈવ સુવર્ણ અક્ષરે લખાશે.ભવ્ય સાંસ્કૃતિક ભવનના પાયામાં આપના પરિવાર તરફથી (₹૨,૫૧,૦૦૦/- બે લાખ એકાવન હજાર)નું દાન સમાજને ભામાશા બની અને ઉદાર હાથે કરેલી મદદ બહુમુલ્ય યોગદાનને મુલ્યમાં આંકી શકાય એમ નથી.

સમાજ ભવન નિર્માણ કાર્ય માટે દાન સાથે આપની પ્રેરણાં સાથે મળેલા યોગદાન (પાયાની ભેટ) માટે સમાજ સંગઠન કાયમ ગૌરવની લાગણી અનુભવતો રહશે. સમાજ સંગઠન આપનો અને આપના ગામનો પરિવારનો અંત:કરણપૂર્વક હ્રદયથી આભાર માને છે. આવા વિરલ વ્યક્તિત્વો નો સમાજ સંગઠન અને આખો સમાજ અને "દિશા" ધોડિયા સમાજ સંગઠન ગૌરવની લાગણી અનુભવે છે. સમાજ ભવનના પાયામાં આપનું બહુમૂલ્ય યોગદાનમાટે સમાજ સંગઠન આપનો કાયમ ઋણી રહશે.

"દિશા" ધોડિયાસમાજ મું પો.વ સરાઈ તા.મહુવા જિ.સુરત (ગુજરાતવિભાગ)

Post courtesy: Mukeshbhai Maheta 

Comments