દેશમાં સામાજિક-આર્થિક અસમાનતા રીસર્ચ રિપોર્ટ

દેશમાં સામાજિક-આર્થિક અસમાનતા રીસર્ચ રિપોર્ટ

 Country Wealth: દેશની 89 ટકાથી જેટલી સંપત્તિ ઉચ્ચ જાતિ એટલે કે સામાન્ય વર્ગ (GENERAL CATAGORY) ના લોકો પાસે છે. જ્યારે અનુસૂચિત જાતિ વર્ગ (SC) ના લોકો પાસે માત્ર 2.6 ટકા હિસ્સો છે. આ આંકડા વર્ષ 2022 સુધીના છે. આ માહિતી વર્લ્ડ ઈનઈક્વાલિટી લેબ દ્વારા રજૂ કરવામાં આવેલા રિસર્ચ રિપોર્ટ પરથી જાણવા મળી છે. આ રિસર્ચ દેશમાં સામાજિક-આર્થિક અસમાનતાને પ્રકાશિત કરે છે. જે દર્શાવે છે કે દેશની કુલ સંપત્તિનો મોટાભાગનો હિસ્સો મર્યાદિત વર્ગ પાસે છે. મે, 2024માં ‘ટુવર્ડ્સ ટેક્સ જસ્ટિસ એન્ડ વેલ્થ રિ-ડિસ્ટ્રિબ્યૂશન ઈન ઈન્ડિયા’ શીર્ષક હેઠળ આ રિસર્ચ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. એનએસએસઓ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ દેશમાં ઓબીસી કેટેગરીની વસ્તી 40.94%, એસસી કેટેગરીની વસ્તી 19.59%, એસટી કેટેગરીની વસ્તી 8.63% અને અન્ય કેટેગરીની વસ્તી 30.80% છે.

Comments